પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અચાનક આવેલા વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તોફાનના કારણે 5 લોકોના મોત થયા છે, જ્યારે 100 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોરદાર પવનને કારણે જિલ્લાના મુખ્ય મથક શહેર અને મૈનાગુરી જેવા આસપાસના વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું છે. આ વાવાઝોડામાં અનેક મકાનો, વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને વીજ થાંભલા પણ પડી ગયા હતા.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વાવાઝોડાના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. હું અસરગ્રસ્ત પરિવારો સાથે છું અને ખાતરી કરું છું કે જિલ્લા વહીવટીતંત્ર બચાવ અને રાહત આપવા માટે તમામ પગલાં લેવાનું ચાલુ રાખશે.
ગુવાહાટીમાં એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો
આસામના ગુવાહાટીમાં ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. ફ્લાઇટની અવરજવર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. છ ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.મિઝોરમના ચંફઈ જિલ્લાના લુંગતાન ગામમાં એક ચર્ચની ઈમારત ધરાશાયી થઈ છે. આઇઝોલ જિલ્લાના સિયાલસુકમાં અન્ય એક ચર્ચની ઇમારતને નુકસાન થયું હતું. આ ઉપરાંત કેટલાક મકાનોને પણ આંશિક નુકસાન થયું છે. બીજી તરફ, મણિપુરના થોબલ અને ખોંગજોમ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને ઘરોના ટીનના છાપરા ઉડી ગયા હતા.