મોરબીના ખારચિયા ગામે કારખાનામાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકાના ગૂંગળામણથી મોત નિપજ્યા છે. જ્યારે બે મજૂરો હાલ હોસ્પિલટમાં સારવાર હેઠળ છે. આ મામલે મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના ખારચિયા ગામ પાસે આવેલ બાયઝોનિક લાઈફ સાયન્સ નામના કારખાનામાં ગુરૂવારે ટાંકી સાફ કરવા માટે ચાર શ્રમિકો ઉતર્યા હતા. જેમાં બે મજૂરોને ગૂંગળામણથી જીવ ગુમાવ્યા પડ્યા છે. જ્યારે બે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને તપાસનો ધમધામટ શરૂ કર્યો છે.