ભાજપે પરશોત્તમ રૂપાલાને ન હટાવતા ક્ષત્રિયાણીઓએ બે દિવસના અલ્ટીમેટમ બાદ હવે જોહર કરવાની જાહેરાત કરી છે અને આ સાથે જોહર કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
આ અંગે પ્રજ્ઞાબા ઝાલાએ વીડિયો જાહેર કરીને જોહરની જાહેરાત કરતા કહ્યું, “અમે જોહર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આજે મહેંદી મુકીશું.” આ સાથે પ્રજ્ઞાબા ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેધક સવાલ કર્યો કે રાજપૂતોનો ઈતિહાસ જાણતા હોવા છતાં તેમણે પરશોત્તમ રૂપાલાને કેમ નથી હટાવ્યાં. પરશોત્તમ રૂપાલામાં એવું શું છે કે મોદી સાહેબ દબાઈ રહ્યા છે.
પ્રજ્ઞાબા ઝાલાએ પાટીદાર ભાઈઓનો પણ આભાર માન્યો અને કહ્યું કે ઘણા બધા પાટીદાર ભાઈઓએ મેસેજ કરીને કહ્યું કે અમે જવતલીયા ભાઈઓ આપની સાથે છીએ. આ તમામ પાટીદાર ભાઈઓનો ખુબ ખુબ આભાર.