ભારતીય રીઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25ની પ્રથમ સમીક્ષા બેઠકમાં UPIને લઈને મોટી જાહેરાત કરી છે. જો તમે પણ UPI નો ઉપયોગ કરતા હોવ તો ભવિષ્યમાં મોટી સગવડ મળી રહેશે. આ ફેસિલિટી હેઠળ ખૂબજ જલ્દીથી યુપીઆઈ થકી તમારા બેંક એકાઉન્ટમાં રોકડ જમા કરાવી શકશો.
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, ખૂબજ ઝડપથી યુપીઆઈ થકી કેશ જમા કરાવવા માટે મશીનનો ઉપયોગ કરી શકાશે. જો કે આ સુવિધા અંગે વિગતવાર વર્ણન નથી. કેશલેસ ડિપોઝીટની દિશામાં સેન્ટ્રલ રિઝર્વ બેંકનો આ બીજો મોટો પ્રયાસ છે. જણાવી દઈએ કે હાલમાં કેશલેસ ડિપોઝીટ ડેબિટ કાર્ડ દ્વારા જ કરવામાં આવી રહી છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આ સર્વિસ શરૂ થતા લોકોને રોકડ જમા કરાવવા માટે બેંકમાં જવાની જરૂર નહીં રહે. જો બેંક તમારાથી દૂર હોય તો તમે UPI દ્વારા રોકડ જમા કરી શકશો. આ ઉપરાંત PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ) કાર્ડધારકો માટે પણ પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. આ લોકોને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્સ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરવાની સુવિધા આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
જો UPI દ્વારા રોકડ જમા કરવાની ફેસિલિટી ઉપલબ્ધ થશે તો તમારે વોલેટમાં કોઈ જાતનું કાર્ડ રાખવાની જરૂર નહીં રહે. આ સાથે એટીએમ કાર્ડ રાખવા, ખોવાઈ જવા કે મેળવવાની સમસ્યા પણ દૂર થઈ જશે. જો તમારું એટીએમ કાર્ડ ચોરાઈ જાય અને તે બ્લોક કરાવ્યું હોય તો પણ તમને કેશ ડિપોઝીટ કરાવવાની સમસ્યા નહીં રહે.
એટીએમમાં યુપીઆઈનો ઉપયોગ કરીને કાર્ડલેશ કેસ નિકાળવાની સફળતા બાદ હવે યુપીઆઈનો ઉપયોગ કરીને રોકડ જમા કરાવનાર મશીન(સીડીએમ)માં પૈસા જમા કરાવાની સુવિધા ઉપલ્બધ કરાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.
અત્યાર સુધી રોકડ રકમ જમા કરાવવા કે નિકાળવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ હવે આ સુવિધા આવી જશે તો તમારે ડેબિટ કાર્ડની આવશ્યકતા નહીં રહે. ખૂબ જ ઝડપી આરબીઆઈ એટીએમ મશીન પર યુપીઆઈની નવી સર્વિસ શરૂ કરી દેશે. આ પછી થર્ડ પાર્ટી ઓનલાઈન પેમેન્ટ એપનો ઉપયોગ કરીને તમે એટીએમ મશીનથી UPI થકી કેશ ડિપોઝીટ કરી શકશો.