ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે નીતિન પટેલના એક નિવેદનને લઇને ટિપ્પણી કરી હતી જેની ભારે ચર્ચા થઇ રહી છે. મહેસાણા જિલ્લાના બૂથ સંમેલન દરમિયાન પાટીલનું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે, “તમારૂ ઘરમાં ઉપજે છે, તમારી પત્ની ના તો ના પાડે ને, બહેન ના પાડે ને તો કહેજો આ મોદી સાહેબ માટે છે જરાય ના નહીં પાડે. આમ તો ઘરમાં કોઇનું ઉપજતું જ નથી. તમે બધા હા હા કરો છો, મારૂ જ નથી ઉપજતુ તમારૂ ક્યા ઉપજશે. આ નિતિન કાકાનું બહાર કેટલું ચાલે છે પણ અંદર ઘરમાં ચાલતું હોય તો પૂછી જુઓ.”