રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે નેતાઓ અને કાર્યકરો સજ્જ થઇ રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીમાં ગુજરાતને ગજવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝંઝાવાતી પ્રચારની પણ પુરજોશમાં તૈયારીઓ થઇ રહી છે. રાજ્યના ચારેય ઝોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવાની તૈયારીઓ ભાજપ દ્વારા શરુ કરી દેવાઇ છે.
આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. રાજ્યના ચારેય ઝોનમાં વડાપ્રધાન મોદીની પ્રચારસભા યોજવા માટેની ભાજપ દ્વારા તૈયારીઓ કરી લેવાઇ છે. પીએમ મોદીની જાહેરસભા સંભવિતપણે સૌરાષ્ટ્ર-કચ્છ, દ.ગુજરાતમાં યોજાશે. ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વડાપ્રધાનની જાહેરસભા યોજવા માટેની તૈયારી કરી લેવાઇ છે. આગામી સમયમાં રાજ્યમાં ચાર કે તેથી વધુ સભા વડાપ્રધાન મોદી સંબોધી શકે છે. વડાપ્રધાન મોદી રાજ્યમાં સૌરાષ્ટ્રથી પ્રચારનો પ્રારંભ કરી શકે છે.