Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વિશ્વમાં માર્ચમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી ગયા

માર્ચમાં અગાઉ નોંધાયેલા સરેરાશ તાપમાન કરતાં 1.68 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-04-13 11:48:59
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ક્લાઈમેટ ચેન્જની અસરને કારણે પૃથ્વીનું સરરાશ તાપમાન સતત વધી રહ્યું છે. તાજેતરમાં જાહેર થયેલા એક અહેવાલ મુજબ ગત માર્ચ મહિનામાં તાપમાનના અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. જો ઔદ્યોગિક કાળ પહેલાની સ્થિતિ સાથે સરખામણી કરવામાં આવે તો, આ વર્ષે માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન 1850 અને 1900 વચ્ચેના માર્ચમાં નોંધાયેલા સરેરાશ તાપમાન કરતાં 1.68 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું હતું.
કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (C3S) ના તાજેતરના અહેવાલ મુજબ, તાપમાનના આ વધતા આંકડા દર્શાવે કરે છે કે પૃથ્વી ઝડપથી ગરમ થઈ રહી છે અને તેની અસરો સમગ્ર વિશ્વમાં અનુભવાઈ રહી છે. માર્ચ દરમિયાન સ્તરે સપાટીથી નજીકની હવાનું સરેરાશ તાપમાન 14.14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ 1991 થી 2020 દરમિયાન માર્ચમાં નોંધાયેલા સરેરાશ તાપમાન કરતાં 0.73 વધુ છે.
આ પહેલા વર્ષ 2016માં સૌથી ગરમ માર્ચ મહિનો નોંધાયો હતો. માર્ચ 2024માં તાપમાન 2016 કરતા 0.10 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. હવામાન વિભાગના ડેટા અનુસાર, અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024માં પણ તાપમાનમાં વધારો નોંધાયો હતો. જાન્યુઆરીમાં તાપમાન સામાન્ય કરતાં 1.66 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું, ફેબ્રુઆરી 2024નું તાપમાન પણ 20મી સદીમાં ફેબ્રુઆરીના સરેરાશ તાપમાન કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું.
કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસના જણાવ્યા અનુસાર, સતત વધતા તાપમાનને કારણે આબોહવા સંકટની અસરો વધુ ઘેરી બની રહી છે. જૂન 2023 પછી આ સતત 10મો મહિનો છે જ્યારે વધતા તાપમાને નવો રેકોર્ડ બનાવ્યો છે. જો આપણે છેલ્લા 12 મહિના એટલે કે એપ્રિલ 2023 થી માર્ચ 2024 ના તાપમાન પર નજર કરીએ તો તે 1991 થી 2020 સુધીના વૈશ્વિક સરેરાશ તાપમાન કરતા 0.70 ડિગ્રી વધુ નોંધાયું છે.
C3S મુજબ, ધ્રુવો પર જામેલો બરફ વધતા તાપમાનને કારણે સતત પીગળી રહ્યો છે. આર્કટિકમાં સમુદ્રી બરફનો સંગ્રહ માર્ચમાં વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. તેનું માસિક સરેરાશ વિસ્તરણ 1.49 કરોડ ચોરસ કિલોમીટર નોંધાયું હતું જે સામાન્ય કરતાં ઓછું છે. 1980 અને 1990 ના દાયકાની તુલનામાં માર્ચ 2024 માં દરિયાઈ બરફની માત્રા 25 ટકા ઓછી છે.

Tags: high temp. recordmarchworld
Previous Post

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધના એંધાણથી ચિંતા

Next Post

આગામી 48 કલાકમાં થઈ શકે છે IPS અધિકારીઓની બદલી

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
આગામી 48 કલાકમાં થઈ શકે છે IPS અધિકારીઓની બદલી

આગામી 48 કલાકમાં થઈ શકે છે IPS અધિકારીઓની બદલી

રાષ્ટ્રીય જનતા દળને ઝટકો : પૂર્વ સાંસદ અશફાક કરીમે રાજીનામું આપી દીધું

રાષ્ટ્રીય જનતા દળને ઝટકો : પૂર્વ સાંસદ અશફાક કરીમે રાજીનામું આપી દીધું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.