આગામી 48 કલાકમાં અધિકારીઓની બદલીઓ અંગે સમાચાર આવી શકે છે. લાંબા સમયથી અટકેલી IPS ની બદલીઓની પ્રક્રિયા પૂર્ણ થશે અને ખાલી પડેલી મહત્ત્વની જગ્યાઓ પર નિમણૂક કરાશે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ચૂંટણી પહેલા રાજ્યમાં આઈપીએસની બદલીઓ માટે એક પેનલ ચૂંટણી પંચને મોકલાઈ છે. આથી,અધિકારીઓની બદલીઓ થઈ શકે છે. જો આવું થશે તો લાંબા સમયથી અટકેલી IPS ની બદલીઓની પ્રક્રિયા પૂર્ણ થશે અને ખાલી પડેલી મહત્ત્વની જગ્યાઓ પર નિમણૂક કરાશે.
રાજ્યમાં ચૂંટણીને લઈ તૈયારીઓને આખરી ઓપ
ઉલ્લેખનીય છે કે હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા અને ચૂંટણી ટાણે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે રાજ્ય પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર પણ સંપૂર્ણ રીતે સજાગ છે. ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોને મતદાન કરવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.