લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ફોર્મ ભરાઇ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ-આપ દ્વારા 26 બેઠકો પર ફોર્મ ભરાઇ ગયા છે. ભાજપ-કોંગ્રેસે 52માંથી માત્ર 8 મહિલાઓને જ ટિકિટ આપી છે. આ મહિલા ઉમેદવારોની એફિડેવિટમાંથી કેટલીક રસપ્રદ વિગતો બહાર આવી છે. આ 8 મહિલા ઉમેદવારો પાસે પોતાના નામે 744 તોલા સોનું છે જેની કુલ કિંમત 4.88 કરોડ આંકવામાં આવી છે. બીજી તરફ, 44 પુરુષ ઉમેદવારોની પત્નીઓના નામે 1965 તોલા (19651 ગ્રામ) સોનું છે જેનું મૂલ્ય અંદાજે 13.62 કરોડ છે.
આ 44 પુરુષ ઉમેદવારોના પોતાના નામે 4.21 કરોડનું 620 તોલા સોનું, છે. આ આંકડા પ્રમાણે, 52 ઉમેદવારોના પોતાના નામે અને સાથીદારના નામે મળીને કુલ સોનું 3329 તોલા થાય છે જેની કિંમત 22.71 કરોડ છે. ભાજપનાં મહિલા ઉમેદવારમાં માડમ પાસે સૌથી વધારે 550 તોલા, કોંગ્રેસમાં જેની ઠુમ્મર પાસે 50 તોલા સોનું છે.
કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલનાં પત્ની પાસે 200 તોલા સોનું અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલની પત્ની પાસે 200 તોલા સોનું છે જેની કિંમત 1.28 કરોડ રૂપિયા થાય છે. જૂનાગઢના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઇ જોટવાની પત્નીના નામે 210 તોલા સોનું છે જેની કિંમત તેમણે રૂપિયા 1.27 કરોડ દર્શાવી છે. નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલના પત્નીના નામે 120 તોલા સોનું છે જેનું મૂલ્ય રૂ. 79 લાખથી વધુ છે.