ગુનાહિત ઇતિહાસ ધરાવતા વકફ ટ્રિબ્યુનલના ત્રીજા સભ્યની નિમણૂંકને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે અનવર હુસૈન શેખની નિમણૂંક અંગે રાજ્ય પાસે જવાબ માંગ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઈની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકાર અને અનવર હુસૈન શેખને પદ પરથી હટાવવા માટે કરવામાં આવેલી દલીલોનો જવાબ આપવા માટે નિર્દેશ આપ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં અનવર હુસૈન શેખને ઇસ્લામિક કાયદા અને ન્યાયશાસ્ત્રમાં તેમની કુશળતા માટે વક્ફ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, આ નિમણૂંક સામે ત્રણ અરજદારો દ્વારા PIL દાખલ કરવામાં આવી હતી. PIL દાખલ કરનારાઓએ પોતે WAQFના મુતવલ્લી/ટ્રસ્ટી હોવાનો દાવો કર્યો હતો.