સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભેજવાળા પવનોનાં કારણે કાળઝાળ ગરમીમાં રાહત રહી હતી. જો કે હવે કાલથી ફરી સર્વત્ર ગરમીમાં ક્રમશ: વધારો થશે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ આવતી તા.30 સુધી ગરમી વધશે અને ક્રમશ: 40થી 44 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી જશે.
ગઈકાલે પણ રાજયમાં ગરમીમાં આંશિક રાહત રહેવા પામી હતી. ગઈકાલે અમદાવાદમાં 39, અમરેલીમાં 39, વડોદરામાં 37.8, ભાવનગરમાં 38.2, ભૂજમાં 37.6, છોટા ઉદેપુરમાં 36.9, ડિસામાં 37.8, દિવમાં 35.6 અને દ્વારકા ખાતે 30.6, ડિગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.