બિહારના બેગુસરાઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર એક દુર્ઘટનાનો ભોગ બનવાથી બચી ગયું હતું. ચૂંટણી સભાને સંબોધિત કર્યા બાદ અમિત શાહ પરત ફરી રહ્યા હતા. ત્યારે હેલિકોપ્ટર ટેક ઓફ કરતી વખતે અચાનક ભારે પવનને કારણે અસંતુલિત થઈ ગયું હતું. આ દરમિયાન પાયલોટે સૂઝબૂઝ બતાવતા હેલિકોપ્ટરને પરત ફેરવીને પછી ટેક ઓફ કરતા મોટી દુર્ઘટના ટળી હતી.
જનસભાને સંબોધીને પરત ફરતી વખતે અમિત શાહના હેલિકોપ્ટરનું સંતુલન ખોરવાઈ ગયું હતું. અમિત શાહનું હેલિકોપ્ટર જોરદાર પવનને કારણે ડગમગી ગયું હતું. ગૃહમંત્રી ચૂંટણી સભાને સંબોધવા બેગુસરાયની જીડી કોલેજના મેદાનમાં પહોંચ્યા હતા. સભાને સંબોધન કર્યા પછી, તેઓ હેલિકોપ્ટરમાં સવાર હતા ત્યારે ભારે પવનને કારણે તેમનું હેલિકોપ્ટર અનબેલેન્સ થઈ ગયું હતું. જો કે, હેલિકોપ્ટરના પાઇલટે સતર્કતા બતાવી ફરીથી હેલિકોપ્ટરને સંતુલનમાં લાવીને ટેક ઓફ કર્યું.