બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુશીલ મોદીનું સોમવારે રાત્રે દિલ્હીમાં નિધન થયું છે. સુશીલ મોદી બિહારમાં ભાજપના દિગ્ગજ નેતા હતા. તેમનું રાજ્યસભાનું સભ્યપદ આ વર્ષે સમાપ્ત થયું હતું. જ્યારે ભાજપે તેમને ફરીથી રાજ્યસભાના સાંસદ ન બનાવ્યા ત્યારે તેમના લોકસભાની ચૂંટણી લડવાની અટકળો શરૂ થઈ હતી. જોકે, ભાજપની ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે જાહેર પ્લેટફોર્મથી અંતર જાળવી રાખ્યું હતું. જોકે, તે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ રીતે એક્ટિવ હતા. હવે તેમને સોશિયલ મીડિયા દ્વારા તેના કેન્સરની બીમારી વિશે જાહેર કર્યું હતું.
સુશીલ મોદી બિહારના એવા કેટલાક રાજકારણીઓમાં સામેલ છે જેમને રાજ્યના બંને ગૃહો એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદ અને દેશના સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવાની તક મળી હતી.