સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ નહીં ચાલવાને કરવાને કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા છે. જો કે દરેક સાથે આવું નથી થઈ રહ્યું, કેટલાક યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા એપ્લિકેશન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કેટલાક યુઝર્સ માટે ડાઉન થઈ ગયું છે. આને કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા છે. જો કે બધા સાથે આવું નથી થઈ રહ્યું. પરંતુ કેટલાક યુઝર્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. ફેસબુકમાં સમસ્યા બુધવારે સવારે 7 વાગ્યાની આસપાસ નોંધવામાં આવી છે. યુઝર્સનાં એકાઉન્ટ જાતે જ લોગઆઉટ થઈ રહ્યા છે.
માહિતી મળી છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત મેટા એપ્લિકેશન ડાઉન છે, પરંતુ એ સમસ્યા તમામ યુઝર્સ માટે નથી. એવા સંકેત મળ્યા છે કે ન્યુયોર્ક અને કેલીફોર્નીયાની આસપાસ કેન્દ્રિત આઉટેજને કારણે મેટા સર્વિસીસ બંધ થઈ ગઈ છે. દેશભરમાં નાના-નાના આઉટેજના સંકેત મળ્યા છે કે આ એક સર્વર-સાઈડ સમસ્યા હોઈ શકે છે, જેનો જલ્દી ઉકેલ લાવવો જોઈએ.