રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કાલે અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ રમાઈ હતી. કાલની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે તો ખુબ જ સારી રહીં હતીં પરંતુ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ક્રિકેટ રસિયાઓ માટે ભારે રહી હતી. ચાલું મેચ દરમિયાન 41 મેચ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, કાલે મોટી સંખ્યામાં લોકો IPLમેચ જોવા પહોંચ્યા હતા. ગઈકાલે મેચ નિહાળવા ભારે ભીડ ઉમટી હતી. જેથી અનેક લોકો હેરાન પણ થયા હતાં. મળતી વિગતો પ્રમામે મેચ દરમિયાન લોકોને તાવ,ચક્કર, પેટમાં દુખાવાની ફરિયાદ આવી હતી. અમદાવાદમાં ચાલું મેચ દરમિયાન 41 મેચ રસિકોને હીટ સ્ટ્રોક લાગવાના કારણે તે 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતીં. સૂત્રો દ્વારા મળતા આંકડા પ્રમાણે ભારે ગરમીમાં 75 હજારથી વધુ લોકોએ મેચ નિહાળી હતીં. જો કે, અનેક લોકોને મેચ દરમિયાન ભીષમ ગરમીનો સમાનો કરવો પડ્યો હતો. જેથી કાલની જે મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ફાયદાકારક રહીં તે મેચ રસિકો માટે કપરી રહીં હતીં. કારણે કે, ચાલું મેચમાં જ 41 લોકોને હીટ સ્ટ્રોકની અસર થઈ હતીં.