જરાતમાં અત્યારે હીટવેવ ચાલી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો 43 થી 44 ડિગ્રીને પાર થઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં પણ ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રેડ એલર્ટ જાહેર કરાયું છે તો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 46.6 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર સાબિત થયું છે.
અમદાવાદમાં રેકોર્ડબ્રેક 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદ દેશનું 7મું અને ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે. જેથી હવામાન વિભાગ દ્વારા હવામાન વિભાગે આગામી બે દિવસ રેડ એલર્ટ (Red Alert) આપ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં 8 દિવસમાં 7 ડિગ્રી પારો ઉંચકાયો છે. એટલું જ નહીં પરંતુ સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે અને અમદાવાદમાં આગામી 6 દિવસ આકરી ગરમીની આગાહી પણ કરવામાં આવી છે.