લોકસભા ચૂંટણી-2024ના સાતમા અને અંતિમ તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર શનિવારેમતદાન શરૂ થઈ ગયું છે. 2019 માં, આ બેઠકોમાંથી ભાજપ મહત્તમ 25, TMC 9, BJD 4, JDU અને અપના દળ (S) 2-2, JMM માત્ર 1 બેઠક જીતી શકે છે. પંજાબને કારણે કોંગ્રેસને 8 સીટો મળી હતી. આ તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 5 કેન્દ્રીય મંત્રીઓ આરકે સિંહ, અનુરાગ ઠાકુર, અનુપ્રિયા પટેલ, મહેન્દ્ર નાથ પાંડે અને પંકજ ચૌધરી મેદાનમાં છે. 4 એક્ટર્સ- કંગના રનૌત, રવિ કિશન, પવન સિંહ, કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી, અફઝલ અંસારી, વિક્રમાદિત્ય સિંહ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાતમા તબક્કાની ચૂંટણીમાં 904 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 809 પુરૂષ અને 95 મહિલા ઉમેદવારો છે. 542 લોકસભા સીટોના છઠ્ઠા તબક્કા સુધી 485 સીટો પર મતદાન થયું છે. છેલ્લી 57 બેઠકો પર 1 જૂને મતદાન થશે. ગુજરાતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરતથી બિનહરીફ ચૂંટણી જીત્યા છે, તેથી માત્ર 542 બેઠકો પર જ મતદાન થઈ રહ્યું છે.
બંગાળમાં મતદાન વચ્ચે વિવાદ, ગુસ્સે થયેલી ભીડે EVM તળાવમાં ફેક્યું
લોકસભા ચૂંટણી 2024માં અંતિમ તબક્કા માટે સાત રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 57 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. આ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન વિવાદ થયો છે. બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ગુસ્સે થયેલી ભીડે EVM અને VVPAT તળાવમાં ફેકી દીધુ હતું.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઇમાં બૂથ સંખ્યા 40, 41 પર ભીડ દ્વારા EVM અને VVPAT મશીનને તળાવમાં ફેકવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર મતદારોને TMC સમર્થકોએ ધમકી આપી હતી જેને કારણે ભીડ ગુસ્સે થઇ હતી અને EVMને ઉપાડીને તળાવમાં ફેકી દીધુ હતુ.
આજે જે બેઠકો પર સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે તેમાં પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 બેઠક, પશ્ચિમ બંગાળની 9 બેઠક, બિહારની 8 બેઠક, ઓરિસ્સાની 6 બેઠક, હિમાચલ પ્રદેશની 4 બેઠક, ઝારખંડની 3 બેઠક અને એક ચંદીગઢની બેઠક સામેલ છે. આ તબકકામાં કેટલાક મોટા દિગ્ગજોનું નસીબ દાંવ પર છે. આ તબક્કામાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુરથી, મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી ડાયમંડ હાર્બરથી, લાલુ પ્રસાદની દીકરી મીસા ભારતી પાટલિપુત્રથી, એક્ટ્રેસ કંગના રનૌત મંડી બેઠક પરથી મેદાનમાં છે.