કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. અમિત શાહ તેમની પત્ની સોનલબેન અને પુત્ર જય શાહ સાંજે મંદિરે પહોંચ્યા હતા અને ‘ધ્વજ પૂજા’ કરી હતી. તેમણે ધાર્મિક વિધિ પછી મંદિરના ગુંબજ પર ધ્વજ પણ ફરકાવ્યો હતો. તેમજ સોમનાથ મંદિરમાં શિવજીની પૂજા કરી હતી.