શનિવારે જાહેર થયેલા એક્ઝિટ પોલ મુજબ મોદી સરકારની ત્રીજી વખત વાપસીની પૂરી સંભાવનાઓ છે અને મંગળવારે પરિણામ જાહેર થશે. આ પહેલા સોમવારે બજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે.
શેરબજારની આજે શાનદાર શરૂઆત થઈ છે. લોકસભા ચૂંટણી 2024ના પરિણામના એક દિવસ પહેલા આજે બજારમાં હરિયાળી જોવા મળી હતી. બજારમાં ઐતિહાસિક શરૂઆત થઈ છે નિફ્ટી 807 પોઈન્ટ વધીને 23,337ની સપાટીએ ખુલ્યો હતો. સેન્સેક્સ 2,622 પોઈન્ટ વધીને 76,583 પર ખુલ્યો હતો. નિફ્ટી બેંક 1906 પોઈન્ટ વધીને 50,889 પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજાર સોમવારે પ્રી-ઓપનમાં મજબૂત જોવા મળ્યું હતું. સેન્સેક્સ 3.55% એટલે કે 2622 પોઈન્ટ વધીને 76,583 પર હતું, તો નિફ્ટી 3.58% એટલે કે 807 પોઈન્ટ વધીને 23,338 પર જોવા મળ્યું હતું. આજની મજબૂત શરૂઆત બાદ BSE કંપનીઓની માર્કેટ મૂડીમાં મોટો વધારો થયો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ $5.1 ટ્રિલિયનને વટાવી ગયું છે.






