T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચમાં અમેરિકાએ કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. ડલાસના ગ્રાન્ડ પ્રેરી ક્રિકેટ સ્ટેડિયમમાં અમેરિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેનેડાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા હતા. જવાબમાં યુએસએ 17.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
અમેરિકા તરફથી એરોન જોન્સે અણનમ 94 રન બનાવ્યા હતા. તેણે 17મી ઓવરના ચોથા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. જોન્સ અને એન્ડ્રીસ ગૌસ વચ્ચે ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી થઈ હતી. જોન્સને આ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 195 રનના ટાર્ગેટનો પીછો કરતા અમેરિકાની બે વિકેટ 42 રનના સ્કોર પર પડી ગઈ હતી. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા જોન્સે અહીંથી ઇનિંગ્સની કમાન સંભાળી હતી. જોન્સે 40 બોલમાં અણનમ 94 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 10 સિક્સર ફટકારી હતી. 27 ઝ20 આંતરરાષ્ટ્રીય મેચોમાં જોન્સે 116ના સ્ટ્રાઈક રેટથી 478 રન બનાવ્યા છે. તેણે 2 અડધી સદી ફટકારી છે.






