લોકસભા ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદીને ન માત્ર ભારત પણ દુનિયાભરથી શુભેચ્છાઓ મળી રહી છે. આ દરમિયાન હવે અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના CEO એલન મસ્કે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું કે, તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.
નોંધનિય છે કે,ચૂંટણી પહેલા મસ્કે ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી. જોકે બાદમાં તેમણે પોતાનો ભારત પ્રવાસ સ્થગિત કરી દીધો હતો.