ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ વાદળછાયું છે. ત્યારે બફારા અને ગરમીને કારણે લોકો પરેશાન છે. આતુરતાથી લોકો રાજ્યમાં ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાછલા દિવસોમાં વરસાદ પણ થયો, પણ હવે વધતા બફારા અને ગરમીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને રાજ્યમાં ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, દીવમાં વરસાદ થવાની સંભાવના છે. સાથે જ આવતીકાલે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી તથા પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.