રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ વખતે ભાજપ સાંસદ દુર્ગા દાસ જ્યારે સ્ટેજ પર ઔપચારિક વિધિ પૂરી કરી રહ્યાં હતા ત્યારે તેમની પાછળ દીપડાં જેવું જતું એક પ્રાણી દેખાયું હતું જેને લઈને સોશિયલ મીડિયામાં અફવા ઉડી હતી કે રાષ્ટ્રપતિ ભવનમાં દીપડો ઘુસી ગયો છે. આ ઘટનાના કલાકો બાદ દિલ્હી પોલીસનો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે કહ્યું કે દીપડાંની વાત સાચી નથી, કેમેરોમાં ઝડપાયેલું પ્રાણી ઘરેલું પાલતું બીલાડી છે. કૃપા કરીને આવી અફવા ન ફેલાવો.
નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહ વખતે દેખાયેલું પ્રાણી કયું હતું? આને લઈને હવે ખુલાસો થઈ ગયો છે. દિલ્હી પોલીસે આ અંગે બોલતાં કહ્યું કે શપથ ગ્રહણ વખતે રાષ્ટ્રપતિ ભવનમાં દેખાયેલું પ્રાણી એ કોઈ જંગલી દીપડો નહોતો પરંતુ પાલતુ બીલાડી હતી જેને રાષ્ટ્રપતિ ભવનમાં પાળવામાં આવી છે અને શપથ વખતે તે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરતી જોવામાં આવી હતી.





