ભરૂચ જિલ્લામાં બકરા ઈદની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ પણ સજજ બની છે. તેવામાં જ આમોદ તાલુકાના એક મૌલવીએ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી ગાયના કતલની પોસ્ટ ફતવા તરીકે વાયરલ કરી હતી. જેથી અત્યારે પોલીસે મૌલવીની ધરપકડ કરી લીધી છે. આ સાથે મૌલવીની અગાઉ આદિવાસીઓના ધર્માંતરણ પ્રકરણમાં પણ સંડવણી હોવાના કારણે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
આમોદ તાલુકાના એક મૌલવીએ બકરા ઈદને લઇ કુરબાનીનો તરીકો પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ કર્યો હતો. જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેનાથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુરભાઈ તેવું કૃત્ય દારૂલ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ હતું. જે પોલીસના ધ્યાને આવતા તપાસ કરવામાં આવતા આ કુરબાનીનો ફતવો વાયરલ કરનાર મૌલવી અબ્દુલ રહીમ રાઠોડનાઓએ પોતાના મોબાઈલમાંથી થયું હોવાનું ફલિત થયું હતું.
સમગ્ર પ્રકરણમાં તપાસ કરતા ઝડપાયેલા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડ અગાઉ તાલુકાના કાંકરિયા ગામના આદિવાસી લોકોને ધર્માંતરણ કરવામાં પણ સંડોવાયેલો હોય જેથી તે ગુનામાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં બકરી ઈદમાં જ વૈયમનષ્ય ફેલાવવાનું કૃત્ય કરનાર મોલવી સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે મૌલવી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.