Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટી-20 ક્રિકેટનું ગેરકાયદે સ્ટ્રીમિંગ-સટ્ટાનો પર્દાફાશ : બેની ધરપકડ

માસ્ટર માઈન્ડ કેનેડામાં રહીને ચલાવતો હતો નેટવર્ક, ટેક્નિકલ એનાલિસિસથી ગુનાનો ભેદ ઉકેલ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-06-24 11:37:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હાલ T-20 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે ત્યારે ક્રિકેટના ગેરકાયદે લાઈવ સ્ટ્રીમિંગ અને સટ્ટાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમને ફરિયાદ મળતા જ બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી માટે LOC નોટિસ જાહેર કરી છે. પકડાયેલા આરોપીઓના અને કૌભાંડના તાર પાકિસ્તાન, દુબઈ અને કેનેડા સુધી જોડાયેલા છે. કેનેડામાં રહેતો માસ્ટર માઈન્ડ આ સંપૂર્ણ નેટવર્ક ચલાવતો હતો.
અમદાવાદ સાયબર ક્રાઇમને એક ફરિયાદ મળી હતી. જેમાં કેટલાક શખસો ગેરકાયદે રીતે ટી-20 વર્લ્ડ કપની ક્રિકેટ મેચનું સ્ટ્રીમિંગ કરીને અધિકૃત કંપનીને આર્થિક નુકસાન પહોચાડતા હોવાની માહિતી મળી હતી. સાયબર ક્રાઇમે ટેક્નિકલ એનલીસિસની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ઊંઝાના દિવ્યાશું પટેલ અને બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર આકાશ ગીરી ગોસ્વામીની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઈમના ડીસીપી લવિના સિન્હાએ આ ઘટના અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી દિવ્યાંશું પટેલે આઇટી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2011-12થી તે સોફ્ટવેર ડેવલોપરનું કામ શીખ્યો હતો. છેલ્લા બે વર્ષથી પોતાના કેનેડા રહેતા મિત્ર શુભમ પટેલ સાથે મળીને અલગ-અલગ વેબસાઈટ પર પ્રોગ્રામિંગ અને સ્ટ્રીમિંગમાં કોઈ ખામી આવે તો તેને ઉકેલી આપવાનું કામ કરતો હતો. વર્ષ 2020માં શુભમ પટેલના કહેવાથી આરોપી દિવ્યાંગ પટેલે ss247.life અને ss247.live નામનો ડોમેઈન પોતાના નામે ખરીદ્યા હતા.
શુભમના કહેવાથી દિવ્યાંશું અલગ-અલગ વેબસાઈટ પર ગેરકાયદેસર સ્ટ્રીમિંગ વીડિયો લઈ ભાડે રાખેલા સર્વર પર અપલોડ કરતો હતો. દિવ્યાંશુ ઉપરાંત ઊંજાનો હર્ષ પટેલ પણ આ ગુનામાં સંડોવાયેલો છે. જે પણ શુભમના કહ્યા મુજબ કામગીરી કરતો હતો અને ત્યારબાદ આગળની પ્રક્રિયા શુભમ પટેલ કેનેડાથી કરતો હતો.
આ તમામ આરોપીઓ સતત એકબીજાના સંપર્કમાં હતા. આરોપીઓ આ સર્વિસ અલગ-અલગ વેબસાઈટોને આપતા હતા. જે બાબતે ટેકનિકલ તપાસ કરતા સામે આવ્યું છે કે, આ ગેરકાયદે સ્ટ્રીમિંગની પ્રવૃત્તિની સાથે સટ્ટાની પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જેના માટે અલગ-અલગ બેન્કમાં બોગસ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા હતા. જેમાં પૈસા જમા કરાવવામાં આવતા હતા. સાયબર ક્રાઇમે તપાસ કરતા સામે આવ્યું છે કે, ઈન્ડ્યુસન્ડ બેન્કના કર્મચારી આકાશ ગીરી ગોસ્વામી જુદા-જુદા નાગરિકોના નામે બંધન બેન્કમાં બોગસ એકાઉન્ટ ખોલાવી આરોપીઓને પ્રોવાઇડ કરતો હતો.

Tags: 2 arrestAhmedabadcrime branchonline cricket sattaunja
Previous Post

આવી પહોંચી મેઘ સવારી : એકથી લઈ સાડા ત્રણ ઈંચ વરસાદ

Next Post

આજથી પ્રથમ સત્ર, સરકારને ઘેરવા indi તૈયાર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આજથી પ્રથમ સત્ર, સરકારને ઘેરવા indi તૈયાર

આજથી પ્રથમ સત્ર, સરકારને ઘેરવા indi તૈયાર

દિલ્હી એરપોર્ટને બોમ્બનો ઇમેઇલ મોકલનાર 13 વર્ષના બાળકની અટકાયત

દિલ્હી એરપોર્ટને બોમ્બનો ઇમેઇલ મોકલનાર 13 વર્ષના બાળકની અટકાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.