યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજી (ઈએસસી)એ હાઈ બ્લડ પ્રેશર (બીપી) માપવાની બેઝલાઇન બદલી છે. અત્યારે હાઈ બ્લડ પ્રેશરની બેઝલાઇન 130/80 એમએમ/એચજી છે, તેને ઈએસસીએ બદલીને 140/90 એમએમ/એચજી કરી છે. એટલે કે જો હવે તમારું બીપી 140/90 આવે તો ચિંતા કરવાની જરૂર નથી. તણાવ, જીવનશૈલીમાં પરિવર્તન, વ્યાયામનો અભાવ, અપૂરતી ઊંઘ, વારસાગત પ્રવૃત્તિ હૃદયની સમસ્યાઓનાં કારણો છે.
ભારતમાં પણ વડીલોમાં 140/90 સુધી સુરક્ષિત છે જ્યારે 60 વર્ષ પછી 150/90 આવે ત્યાર પછી સારવાર કરાવવાનું તબીબો કહી રહ્યા છે. કાર્ડિયોલોજી સોસાયટી ઑફ ઇન્ડિયા (સીએસઆઇ)ના ડૉ. રવિશંકરે કહ્યું કે ઘણા યુવા દર્દીઓ હાઈબીપીથી પીડાય છે. તેમના માટે અસરકારક વ્યવસ્થા કરવાની જરૂર છે. આ સ્થિતિમાં સીએસઆઇએ 60 વર્ષથી ઓછી વયના લોકો માટે બીપીની બેઝલાઇન 130/80 એમએમ/એચજી અને તેથી વધુ વયના લોકો માટે 140/90 એમએમ/એચજીની બેઝલાઇન રાખવાનું વલણ અપનાવ્યું છે.
એઇમ્સના કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર ડૉ. સંદીપ મિશ્રાએ જણાવ્યું હતું કે 120/80 ધારીએ તો દિલ્હીના બે તૃતીયાંશ બીપીના દર્દી બની જશે. આ માર્ગદર્શિકા આવી તે પહેલાંથી જ અમે બ્લડ પ્રેશરનું માપ થોડું વધુ રાખીને સારવાર કરીએ છીએ. ડૉ. સંદીપ મિશ્રાએ પૂર્વના દેશોમાં જે પ્રકારે માર્ગદર્શિકા બહાર પડાઈ છે તેના આધારે અહીં ભારતમાં બ્લડ પ્રેશરની સારવાર કરવાનું શક્ય નથી. આ અભ્યાસમાં સામેલ લોકોને બીપી શા માટે માપવામાં આવે છે તેની જાણ નહોતી. લોકોને શાંત રૂમમાં લઈ જઈને ઑટોમેટિક બીપી મશીનથી કનેક્ટ કરીને 5 મિનિટ સુધી રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી આવેલા રીડિંગને ધ્યાને લેવાયું હતું. આપણે ત્યાં એ શક્ય નથી.