Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફૂડ કેટેગરીના વેપારીઓને તાત્કાલિક ફૂડ લાઇસન્સ/રજીસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવા ગુજરાતમાં શરુ થશે પાઈલોટ પ્રોજેક્ટ

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા આ પાઈલોટ પ્રોજેક્ટનો તા. ૨૮મી જૂનના શુભારંભ કરાવશે - ઋષિકેશ પટેલ

dharmendravaghela by dharmendravaghela
2024-06-27 11:51:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારત સરકારની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ન્યૂ દિલ્હી દ્વારા ફૂડ સેક્ટરમાં ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેશ”ને વધુ પ્રોત્સાહન આપવા માટે અને ખાદ્ય પદાર્થના વેપાર સાથે સંકળાયેલા એકમોને તાત્કાલિક ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન ઇસ્યુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓની સરળતા માટે નવા ઉપક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય સહિત ચાર રાજ્યોમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અમલમાં આવશે. આ પાઈલોટ પ્રોજેક્ટનો શુભારંભ આગામી તા. ૨૮મી જૂન, ૨૦૨૪ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા દ્વારા દિલ્હી ખાતેથી કરાવવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ફૂડ સેક્ટર સાથે જોડાયેલા વેપારીઓએ યોગ્ય દસ્તાવેજો સાથે www.foscos.fssai.gov.in પર ઓનલાઈન અરજી કરી, ફી ચૂકવવાની રહેશે. ફી ચૂકવ્યા પછી GST અને આધાર સાથે વેરિફીકેશન થયા બાદ વેપારીઓને તુરંત જ ફૂડ લાઇસન્સ/રજિસ્ટ્રેશન ઈશ્યુ કરવામાં આવશે. ગુજરાતમાં આ પાઈલોટ પ્રોજેક્ટ અંતર્ગત દરેક જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તત્કાલ લાયસન્સ/ રજિસ્ટ્રેશન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ નવી પ્રક્રિયા ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશનને તુરંત જ મેળવવાની તક આપે છે, જે મંજૂરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો લાવશે. આ નવી વ્યવસ્થાથી ફૂડ બિઝનેસને તેમની વ્યવસાયિક કામગીરી શરૂ કરવા માટે ઝડપથી સક્ષમ બનાવશે અને સાથે જ તેમની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે. ઉપરાંત સરકારની કામગીરીનું ભારણ ઘટશે, સમયનો બચાવ થશે અને સંપૂર્ણ પ્રક્રિયા સંકલિત અને પારદર્શક બનશે.
આ નવી પદ્ધતિમાં ખાદ્યપદાર્થના વેપારકર્તાઓએ નિયત દસ્તાવેજો સાથે જ અરજી કરવાની રહેશે. ખોટા દસ્તાવેજો દર્શાવી આ પ્રકારે લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવાવાના પ્રયાસો કરતા વેપારીઓને રૂ. ૧૦ લાખ સુધીના દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ નવા અભિગમથી ફૂડ સેક્ટર સાથે જોડાયેલા તમામ ઈમ્પોર્ટર, મરચન્ટ એક્ષપોર્ટર, હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર, ટ્રાન્સપોર્ટર, સ્ટોરેજ, ફૂડ વેન્ડિંગ એજન્સી, ચા-નાસ્તા વાળા, લારી વાળા અને ડાયરેક્ટ સેલરને લાભ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Tags: food categarygujaratindialicence project
Previous Post

120/80 ધારીએ તો દિલ્હીના બે તૃતીયાંશ બીપીના દર્દી

Next Post

ભાવનગરના કાળુભા રોડ પર પ્રતિબંધિત પ્લાસ્ટીક અંગે ચેકીંગ હાથ ધરી દંડ વસુલાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
ભાવનગરના કાળુભા રોડ પર પ્રતિબંધિત પ્લાસ્ટીક અંગે ચેકીંગ હાથ ધરી દંડ વસુલાયો

ભાવનગરના કાળુભા રોડ પર પ્રતિબંધિત પ્લાસ્ટીક અંગે ચેકીંગ હાથ ધરી દંડ વસુલાયો

ભાવનગર ખાતે બુધસભામાં કવિ નાઝિર સાવંતનું શાયર બરકત વિરાણી ‘બેફામ’ વિષે વક્તવ્ય

ભાવનગર ખાતે બુધસભામાં કવિ નાઝિર સાવંતનું શાયર બરકત વિરાણી ‘બેફામ’ વિષે વક્તવ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.