કર્ણાટકમાં શુક્રવારે એક ભયાનક અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના હાવેરી જિલ્લામાં પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. આ અકસ્માત જિલ્લાના બગડી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ પાસે થયો હતો. આ માર્ગ અકસ્માતમાં જીવ એક બાળક સહિત 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ટેમ્પો ટ્રાવેલર પૂણે-બેંગ્લોર નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. તે હાઇવે પર પાર્ક કરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલરનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો. આગળ બેઠેલા લોકોના મૃતદેહ ચોંટી ગયા.
પોલીસે જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકો શિમોગા જિલ્લાના ભદ્રાવતી તાલુકામાં હોલેહોન્નુર પાસેના એમ્મીહટ્ટી ગામના રહેવાસી હતા. કલબુર્ગી જિલ્લામાં ચિંચોલી માયમ્માની મુલાકાત લઈને પોતાના વતન ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. મૃત્યુ પામેલા 13 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.