નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ UGC-NET પરીક્ષા 2024 જૂન સત્રની પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી દીધી છે. બધી જ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે.
UGC-NET પરીક્ષા 18મી જૂને યોજાઈ હતી અને પછી રદ કરી દેવામાં આવી હતી. હવે તેનું આયોજન 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ શુક્રવારે જાહેરાત કરી. ડાર્કનેટ પર પેપર લીક થયા બાદ પરીક્ષા રદ થયાના એક સપ્તાહ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા UGC NET ની નવી પરીક્ષાની નવી તારીખો અનુસાર, UGC NET જૂન 2024 ની પરીક્ષા 21 ઓગસ્ટ 2024 થી 04 સપ્ટેમ્બર 2024 ની વચ્ચે લેવામાં આવશે. તમામ પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ હશે. NCET 2024ની પરીક્ષા 10 જુલાઈના રોજ લેવામાં આવશે. સંયુક્ત CSIR UGC NET 25 થી 27 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવશે. અખિલ ભારતીય આયુષ અનુસ્નાતક પ્રવેશ પરીક્ષા પહેલેથી નિર્ધારિત 6ઠ્ઠી જુલાઈના રોજ લેવામાં આવશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું કે નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જે અગાઉ મુલતવી રાખવામાં આવી હતી, તે હવે 10 જુલાઈએ લેવામાં આવશે. સંયુક્ત CSIR-UGC NET પરીક્ષા 25-27 જુલાઈ દરમિયાન લેવામાં આવશે. એજન્સીએ કહ્યું કે UGC-NET પરીક્ષાઓ 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી નવેસરથી લેવામાં આવશે. આ પરીક્ષા 18 જૂને લેવામાં આવી હતી, પરંતુ એક દિવસ પછી તેને રદ કરી દેવામાં આવી હતી.



