લદ્દાખમાં ભારતીય સેનાના જવાનો સાથે મોટી દૂર્ઘટના સર્જાઇ છે. સેનાના જવાન લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવાનો ટેન્ક અભ્યાસ કરતા હતા. આ દરમિયાન અચાનકથી નદીનું જળસ્તર વધી ગયુ હતુ જેને કારણે ટેન્ક પાણીની અંદર ફસાઇ ગઇ હતી.આ ઘટનામાં 5 જવાનના મોત થયા છે. અધિકારીઓ અનુસાર, આ દૂર્ઘટનામાં કેટલાક જવાનોના મોતની આશંકા છે.
સંરક્ષણ અધિકારીના એક નિવેદન અનસુાર, લદ્દાખમાં અચાનક આવેલા પૂરમાં સેનાના પાંચ જવાન વહી ગયા હતા. આ ઘટના વાસ્તવિક નિયંત્ર રેખા (Loc) પાસે દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક અભ્યાસ દરમિયાન બની હતી. જ્યારે નદી પાર કરતા સમયે પાણીનું જળસ્તર અચાનક વધી ગયુ હતું. આ ઘટનામાં એક જેસીઓ અને ચાર જવાનના મોત થયા છે. એક જવાનને લોકેટ કરવામાં આવ્યો છે જ્યારે બાકી અન્ય ચારની તપાસ ચાલુ છે. દૌલત બેગ ઓલ્ડીમાં દૂર્ઘટનાનો શિકાર બનેલી ટેન્ક ભારતીય સેનાની ટી-72 ટેન્ક હતી. ભારત પાસે 2400 ટી-72 ટેન્ક છે. ભારતીય સેના આ ટેન્કોનો ઉપયોગ લાંબા સમયથી કરી રહી છે. દૂર્ઘટનાના સમયે ત્યા પણ કેટલીક અન્ય ટેન્ક હતી.