અમદાવાદ કૉંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારા અંગે નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાહુલ બોલ્યા કે, ગુજરાત કૉંગ્રેસ ઓફિસ પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશે મારી વાતોને વધારે મજબૂત બનાવે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતને નથી સમજતાં.ગુજરાતની જનતા તેમના આ જુઠ્ઠાણાને સ્પષ્ટ જોઈ શકે છે અને ભાજપ સરકારને નિર્ણાયક સબક શીખવાડશે…હું ફરીથી કહું છું કે, INDIA ગઠબંધન ગુજરાતમાં જીતવા જઈ રહ્યું છે.