બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. સામાન્ય ચૂંટણી માટે મતદાન 4 જુલાઈના રોજ થયું હતું. હજારો ચૂંટણી કાર્યકરો દેશભરના મતગણતરી કેન્દ્રો પર લાખો મતપત્રોની ગણતરી કરી રહ્યા હતા, ત્યારે કન્ઝર્વેટિવ્સને ઐતિહાસિક હારનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વડાપ્રધાન ઋષિ સુનકે રિચમંડ સીટ પરથી ચૂંટણી જીતી છે. વડા પ્રધાન ઋષિ સુનકે હારનો સ્વીકાર કરી સ્ટારમરને અભિનંદન પાઠવ્યા છે.
જીતેલી બેઠકોની સંખ્યા (સત્તાવાર)
કન્ઝર્વેટિવ પાર્ટી – 69
લેબર પાર્ટી – 324
સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (SNP) – 3
લિબરલ ડેમોક્રેટ્સ – 21
રિફોર્મ યુકે – 3
અન્ય – 1