દેશની ટોપ 100 રિઅલ એસ્ટેટ કંપનીઓમાં અમદાવાદની ચાર કંપની સામેલ છે. 2024 ગ્રોહ-હુરુન ઇન્ડિયા રિઅલ એસ્ટેટ 100 લિસ્ટ મુજબ, દેશની ટોપ-100 કંપનીઓની માર્કેટ વેલ્યૂ 14.2 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. ગુરુગ્રામની કંપની ડીએલએફ 2 લાખ કરોડની વેલ્યૂ સાથે દેશની સૌથી મોટી રિઅલ એસ્ટેટ કંપની છે. જ્યારે અદાણી રિઅલ્ટી 56 હજાર કરોડની વેલ્યૂ સાથે 7મા ક્રમે છે. એક વર્ષમાં 62%ના ગ્રોથ સાથે અદાણી રિઅલ્ટી ગુજરાતની સૌથી મોટી રિઅલ એસ્ટેટ કંપની બની છે. રિપોર્ટ મુજબ, અમદાવાદની આ ચાર કંપનીઓની વેલ્યૂ 68 હજાર કરોડથી વધુ છે. નોંધનીય છે કે બાંદ્રામાં 24 એકરના પ્લોટના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અદાણી રિઅલ્ટીએ સૌથી મોટી બિડ લગાવી હતી. આ ઉપરાંત અદાણી રિઅલ્ટી દેશની સૌથી મોટી અનલિસ્ટેડ રિઅલ એસ્ટેટ કંપની પણ છે.
ટોપ 100માં ગુજરાતની કંપની સામેલ
કંપની વેલ્યૂ માલિક
અદાણી રિઅલ્ટી 56500 કરોડ ગૌતમ અદાણી
ગણેશ હાઉસિંગ 6450 કરોડ શેખર પટેલ
પીએસપી પ્રોજેક્ટ 4630 કરોડ પ્રહલાદ પટેલ
અરવિંદ સ્માર્ટસ્પેસ 810 કરોડ સંજય લાલભાઇ