લોકસભા ચૂંટણી બાદ PM મોદી આજે પહેલીવાર મુંબઈની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. આ સિવાય PM મોદી અનંત અંબાણી અને રાધિકા અંબાણીના રિસેપ્શનમાં પણ હાજરી આપી શકે છે.
માહિતી પ્રમાણે PM મોદી સાંજે 05.15 કલાકે મુંબઈ એરપોર્ટ પહોંચશે. આ પછી તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન રાત્રે 8 થી 9 વાગ્યા સુધીનો સમય અનામત રાખવામાં આવ્યો છે. આ દરમિયાન PM મોદી અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે. તેમના ત્રીજા કાર્યકાળમાં PM મોદીની આ પ્રથમ મુંબઈ મુલાકાત છે. આજે 13 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ, રેલ અને બંદર સાથે સંબંધિત ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છજેનો કુલ ખર્ચ આશરે 29,400 કરોડ રૂપિયા હશે. જેમાં PM મોદી 16,600 કરોડ રૂપિયાના થાણે-બોરીવલી ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે.
આ સિવાય PM મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ અને બોરીવલી થાણે-લિંક રોડના ભૂમિપૂજન કાર્યક્રમમાં પણ ભાગ લેશે. PM મોદી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ માટે 6300 કરોડ રૂપિયાની ટનલનો શિલાન્યાસ કરશે. આ સિવાય PM મોદી 8400 કરોડ રૂપિયાના બોરીવલી-થાણે લિંક રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. PM મોદી દક્ષિણ મુંબઈમાં ઓરેન્જ ગેટથી ગ્રાન્ટ રોડ સુધીના એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પણ કરશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1170 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.