સુરતનાં પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે. ત્યારે પલસાણાનાં કારેલીનાં રહેણાંક વિસ્તારમાં પતરાનાં એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી.
ગુજરાત ATS એ બાતમીના આધારે પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલ રહેણાક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું ફેંકી પદાર્થ બનાવવાની ફેકટરી ઝડપી પાડી જ્યાં ATS ની ટીમે દરોડા પાડતા ગોડાઉન માંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવાનું રો મટિરિયલ મળી આવ્યું હતું.
મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતાં એ.ટી.એસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ટીમને ફેકટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેને પગલે એ.ટી.એસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી બે ઇસમોની અટકાયત પણ કર્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.
બીજી તરફ આ ફેકટરીમાં બીજા કેટલા ઈસમો સંડોવાયેલા છે તેમજ રો મટિરિયલ ક્યાંથી લાવ્યા હતા અને આ રો મટિરિયલ કયા મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે તો સાથોસાથ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટિરિયલ એટીએસ દ્વારા સિઝ કરવામાં આવ્યું છે અને પતરાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે હાલ એટીએસ ની ટિમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથધરી છે. આ ડ્રગ્સનું મટીરીયલ ક્યાંથી લવાયું અને કોને આપવાનું હતું. તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.