હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુરુવારનાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
તા.19 નાં રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેજન્જ એલર્ટ જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.