સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. પોરબંદરમાં વીતેલા 24 કલાકમાં 14 ઇંચ રાણાવાવમાં 10 ઇંચ અને કુતિયાણામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર શહેરમાં સવારે 7 વાગે પણ ભારે પણ ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદર શહેર જિલ્લો જળબંબાકાર થયો છે અને ખેતરોમાંથી પાણી મકાનોમાં ઘુસી ચુક્યા છે. ઉપરાંત દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10 ઇંચ , વેરાવળ સુત્રાપાડામાં 7 ઇંચ અને જૂનાગઢ પંથકમાં પણ છ થી સાત ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.
સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદરમાં 14 ઇંચ વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં 10 ઇંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં સાડા 7 ઇંચ વરસાદ, ગીરસોમનાથના વેરાવળ-સૂત્રાપાડામાં 7 ઇંચ વરસાદસ જૂનાગઢના વંથલીમાં પોણા 7 ઇંચ વરસાદ , જૂનાગઢના કેશોદ, માણાવદરમાં 6 ઇંચ વરસાદ અને જામનગરના જામજોધપુરમાં 6 ઇંચ વરસાદ પડી ચુક્યો છે. ઉપરાંત પોરબંદરના કુતિયાણામાં પણ 6 ઇંચ વરસાદ વરસ્યો છે.
આ સાથે રાજકોટના ઉપલેટા, ધોરાજીમાં સવા 4 ઇંચ વરસાદ , જૂનાગઢના માળિયા મિયાણા, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ જૂનાગઢના માંગરોળ, જામનગરના કાલાવડમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.