યુનાઇટેડ કિંગડમ (યુકે)ના લીડ્ઝ શહેરમાં ગઇકાલે રાત્રે રમખાણો થયા હતા. શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આતંક મચાવ્યો હતો. લોકોએ બસને આગ ચાંપી દીધી હતી. પોલીસના વાહનો પર પણ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘટનાના વાયરલ વીડિયોમાં લોકોની ભીડમાં બાળકો પણ જોઈ શકાય છે.
આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી તરફથી બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરીને બાળ સંભાળ ગૃહોમાં રાખવાનું હોવાનું કહેવાય છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્ઝના હેરહિલ્સ વિસ્તારમાં લુક્સર સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે 5 વાગ્યે લોકોની ભીડ એકઠી થવા લાગી હતી. જેમાં કેટલાક બાળકો પણ સામેલ હતા. પરંતુ તરત જ ભીડ ગુસ્સે થઈ ગઈ અને થોડી જ વારમાં તોફાનો ફાટી નીકળ્યા.