ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આગ્રા એક્સપ્રેસ વે પર એકઅકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે અને તેની ઉન્નાવ જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાંગરમાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ દુર્ઘટનાનું કારણ ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવવો હોવાનું કહેવાય છે. આ ઘટના ગુરુવારે સાંજે 5.30 વાગ્યે બની હતી. આગરા લખનૌ એક્સપ્રેસ વે પર કિલોમીટર નંબર 236 નજીક સ્કોર્પિયો કારનો અકસ્માત થયો હતો.
આ કાર દિલ્હીથી ફૈઝાબાદ જઈ રહી હતી. કાર કાબૂ બહાર જઈને અથડાઈ હતી. દુર્ઘટનાની માહિતી મળતા જ બાંગરમાઉ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કારમાં સવાર ત્રણ ઘાયલ લોકોને સીએચસી બાંગરમાઉમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ત્રણ ઇજાગ્રસ્તોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે લોકોના સારવાર દરમિયાન મોત નીપજતાં અકસ્માત માં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પાંચ પર પહોંચી છે.