પોરબંદર,જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હતા અને 8થી 20 ઇંચ વરસાદ એક જ દિવસમાં વરસી જતા ત્રણેય જિલ્લામાં ચોતરફ જળબંબાકાર સર્જાયો હતો. પોરબંદરમાં 24 કલાકમાં 24 ઇંચ, દેવભૂમિ દ્વારકામાં 15 ઇંચ અને કલ્યાણપુરમાં 24 કલાકમાં 18 ઇંચ, કેશોદમાં 9 સહિત રાત્રિથી 14 ઇંચ વરસાદ વરસ્યો હતો.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. દ્વારકામાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. નોંધનીય છે કે, દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ થયો છે. જેના કારણે ભારે વરસાદના કારણે શહેર પાણીમાં કરકાવ થઈ ગયા હતા. જોકે, વરસાદ બંધ થયા બાદ ધીરે ધીરે પાણી ઓસરતાં જોવા મળ્યા હતા.
કે, આ દરમિયાન બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે સાથે 59 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે એક વ્યક્તિને ઇજા થઈ છે જ્યારે ત્રણ પશુઓના મોત થયા છે. ભારે વરસાદને પગલે દ્વારકામાં નવ કાચા પાકા મકાનને નુકશાની પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગી ભારે વરસાદની આગાહીના પગલે સલામતીના ભાગ રૂપે NDRFની વધુ એક ટીમને ફાળવવામાં આવી છે. અત્યારે એક ટીમ રાવલ ખાતે તૈનાત છે જ્યારે અન્ય બીજી ટીમ દ્વારકા ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ટ્વેટન્ટી-ટ્વેન્ટી અંદાજમાં વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરુચ, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.