મોદી સરકારના ત્રીજા કાળનું પ્રથમ પૂર્ણકાલીન બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમને સંસદમાં રજૂ કર્યું છે. ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતો માટે કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
નાણામંત્રી નિર્મલા સિતારને કહ્યું કે, દેશાં નેચરલ ફાર્મિંગનું સર્ટિફિકેશન કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે દેશમાં 1 કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. જેનો અમલ ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે. 10 હજાર બાયો રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત મંત્રીએ કહ્યું કે 32 પાકોની 109 જાતો લાવવામાં આવશે. શાકભાજીની સપ્લાય ચેઇન પર ભાર મૂકવામાં આવશે. 400 જિલ્લામાં પાકનો ડિજીટ સર્વે કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે વચન પૂરું કરીને તમામ મુખ્ય પાકો માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના ખર્ચ પર ઓછામાં ઓછા 50% માર્જિન માટે 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે, જેનાથી 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.
આ 9 બાબતો પર આધારિત છે યોજનાઓ
1. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા અને સ્થિતિસ્થાપકતા 2. રોજગાર અને કુશળતા 3. સમાવિષ્ટ માનવ સંસાધન વિકાસ અને સામાજિક ન્યાય 4. ઉત્પાદન અને સેવાઓ 5. શહેરી વિકાસ 6. ઉર્જા સંરક્ષણ 7. ઈન્ફ્રાસ્ટ્રક્ચર 8. નવીનતા, સંશોધન અને વિકાસ 9. નવી પેઢીના સુધારા