આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમમાં એક માછીમારે આશરે 1500 કિલોની એક માછલી પકડી હતી. આ એક વિશાળ વ્હેલ શાર્ક હતી. આ વિશાળ માછલીને ક્રેનની મદદથી ગિલકાલાદિંડી બંદરે લાવવામાં આવી હતી જેને ચેન્નાઈના વેપારીઓએ તરત જ ખરીદી લીધી હતી.
આ વ્હેલ શાર્ક એક લુપ્તપ્રાય પ્રજાતિ છે જે તેની ધીમી ગતિ અને મોટા કદ માટે જાણીતી છે. આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ દર વર્ષે 30 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. વ્હેલ શાર્ક ફિલ્ટર-ફીડિંગ માછલીની ધીમી ગતિએ ચાલતી પ્રજાતિ છે. વ્હેલ શાર્ક મહાસાગરોના ખુલ્લા પાણીમાં રહે છે. ગુજરાતના દરિયા કિનારાનું તાપમાન તેમના માટે અનુકૂળ છે, જેના કારણે વ્હેલ શાર્ક ગુજરાતના દરિયાકાંઠે ઈંડા મૂકવા આવે છે, તેથી વ્હેલ શાર્કને ગુજરાતની દીકરી પણ કહેવામાં આવે છે.