કેન્દ્રીય મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને નાકમાંથી લોહી નીકળવાને કારણે રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સ્ટેજ પર હતા ત્યારે અચાનક તેમના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. તે રૂમાલ વડે લોહી વહેતું અટકાવતા જોવા મળ્યા હતા.
તેમને તાકીદે જયનગર એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અને થોડા કલાકો સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. બેંગલુરુની એક હોટલમાં JDS અને BJPના નેતાઓ સાથે સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ HD કુમારસ્વામીની તબિયત બગડી હતી.