દેશના મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ રાજ્યોમાં ચોમાસું સક્રિય છે. ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાથી 10 લોકોના મોત થયા હતા. ભારતીય હવામાન વિભાગએ બુધવારે (31 જુલાઈ) 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.
આ તરફ, મધ્યપ્રદેશમાં ચોમાસાની એન્ટ્રીના 38 દિવસમાં, અડધી સિઝન એટલે કે 50% વરસાદ પ઼ડી ગયો છે. રાજ્યમાં વધુ એક મજબૂત તંત્ર સક્રિય થઈ રહ્યું છે. રાજ્યમાં બુધવારથી ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે. રાજસ્થાન અને બિહારમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે. રાજસ્થાનના જેસલમેર અને ગંગાનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. બિહારમાં પણ ટ્રફ લાઇન રાજ્યની સીમાની બહાર છે, જેના કારણે વરસાદ નથી થઈ રહ્યો. ઘણા જિલ્લાઓમાં ગરમી અને ભેજ છે. ગોપાલગંજમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું.