ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં પ્રવેશ કર્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી. બંને ટીમોના સ્કોર સરખા રહ્યા હતા. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચ ટાઈ રહી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ (2 ઓગસ્ટ રમાઈ હતી. આ મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ભારતને જીતવા માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 230 રન જ બનાવી શકી હતી.
એક સમયે ભારતે 1 રન બનાવવાનો હતો અને બે વિકેટ બાકી હતી, પરંતુ કેપ્ટન ચરિથ અસલંકાએ બે બોલમાં બે વિકેટ મેળવીને મેચ ટાઈ કરી દીધી હતી. અસલંકાએ પહેલા શિવમ દુબેને આઉટ કર્યો હતો. પછીના બોલ પર તેણે અર્શદીપ સિંહને પણ આઉટ કર્યો.
લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 12.4 ઓવરમાં 75 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં ગિલનું યોગદાન ખાસ રહ્યું ન હતું અને તેણે 16 રન બનાવવા માટે 35 બોલ લીધા હતા. જ્યારે રોહિત ફુલ ફોર્મમાં હતો અને તેણે માત્ર 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. સ્પિનર ડ્યુનિટ વેલાલ્ગે ગિલને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. થોડા સમય બાદ વેલાલ્ગેએ પણ રોહિત શર્માને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. ચોથા નંબરે બેટિંગ કરવા આવેલો વોશિંગ્ટન સુંદર (5) કંઈ ખાસ કરી શક્યો ન હતો અને અકિલા ધનંજયના હાથે આઉટ થયો હતો.
આ પછી વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે ચોથી વિકેટ માટે 43 રનની ભાગીદારી થઈ હતી. બંને ખેલાડીઓ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા હતા અને એવું લાગી રહ્યું હતું કે બંને સારી ઈનિંગ્સ રમશે. પરંતુ વિરાટ કોહલીને એલબીડબ્લ્યુ આઉટ કરીને વાનિન્દુ હસરંગે આ ભાગીદારીને તોડી હતી. કોહલીએ 32 બોલમાં 24 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા સામેલ હતા. કોહલી બાદ શ્રેયસ અય્યર (23) પણ પેવેલિયન ગયો હતો, જેને અસિથા ફર્નાન્ડોએ બોલ્ડ કર્યો હતો. શ્રેયસ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર પાંચ વિકેટે 132 રન હતો. અહીંથી કેએલ રાહુલ અને અક્ષર પટેલે સમજદારીપૂર્વક બેટિંગ કરી હતી. અક્ષર-રાહુલે છઠ્ઠી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. કેએલ રાહુલ 31 રન બનાવીને વાનિન્દુ હસરંગાનો શિકાર બન્યો હતો. જ્યારે અક્ષર પટેલ (33)ને શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ આઉટ કર્યો હતો.