રાજ્યમાં એવરેજ 883 મિલી વરસાદની સામે અત્યાર સુધીમાં 597.82 મિમી એટલે કે 68 ટકા વરસાદ નોંધાયો છે. ઓગસ્ટના પ્રારંભિક દિવસોમાં 58.07 મિમી વરસાદ નોંધાયો છે. જુલાઈમાં 424.75મિમી અને જૂનમાં 115 મિમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા (149.74 ટકા), પોરબંદર ( 123.87 ટકા) અને જૂનાગઢ (123.99 ટકા), આ ત્રણ જિલ્લામાં એવરેજથી વધુ મેઘમહેર થઈ છે. જેની સામે 11 જિલ્લા એવા છે જ્યાં 50 ટકાથી પણ ઓછો વરસાદ પડ્યો છે, જેમાં ગાંધીનગર (47.27 ટકા), અમદાવાદ (46.50 ટકા), પાટણ (48.4 ટકા) જિલ્લાનો પણ સમાવેશ થાય છે.