દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને 15 ઓગસ્ટ પહેલા મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે રિઝવાન નામના આતંકીની ધરપકડ કરી છે. રિઝવાન ISIS મોડ્યુલનો આતંકવાદી છે. તે દિલ્હીના દરિયાગંજનો રહેવાસી છે.
મળતી માહિતી મુજબ, રિઝવાન ISIS પુણે મોડ્યુલ સાથે સંકળાયેલો હતો. NIAએ રિઝવાન અને તેના કેટલાક સહયોગીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સ્પેશિયલ સેલે અગાઉ કેટલાક આતંકીઓની ધરપકડ કરી હતી. રિઝવાન ઘણા વર્ષોથી ફરાર હતો. સ્પેશિયલ સેલે તેને જૂની દિલ્હી દરિયાગંજ નજીકથી ધરપકડ કરી છે અને તેની પાસેથી પિસ્તોલ સહિત કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રિઝવાને દિલ્હીના કેટલાક VIP વિસ્તારોની રેકી પણ કરી હતી. આશંકા છે કે તે 15 ઓગસ્ટ પહેલા કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આ પહેલા તેની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી.ઓક્ટોબર 2023માં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIS પુણે મોડ્યુલના આતંકવાદી શાહનવાઝની સાથે મોહમ્મદ અરશદ વારસી અને રિઝવાન નામના શંકાસ્પદની ધરપકડ કરી હતી. આ મોડ્યુલનો અન્ય એક શંકાસ્પદ આતંકવાદી રિઝવાન ફરાર હતો. જેના પર NIAએ 3 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું. એ જ રિઝવાનની હવે ધરપકડ કરવામાં આવી છે. NIAએ ISIS પુણે મોડ્યુલ કેસમાં 7 લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણ આતંકીઓ નાસી છૂટ્યા હતા.