કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024નો ડ્રાફ્ટ પાછો ખેંચ્યો છે. વિસ્તૃત ચર્ચા બાદ નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB) એ ગયા વર્ષે નવેમ્બરમાં નવા બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ બિલના ડ્રાફ્ટ પર જાહેર ટિપ્પણી કરવાની અંતિમ તારીખ 15 જાન્યુઆરી 2024 હતી. આ બિલનો બીજો ડ્રાફ્ટ આ વર્ષે જુલાઈમાં તૈયાર કરવામાં આવ્યો હતો, જેનો પ્રસ્તાવ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદના વર્તમાન સત્રમાં રજૂ કર્યો હતો. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને વ્યક્તિગત કન્ટેન્ટ ક્રિએટર્સ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે સોમવારે વિવાદાસ્પદ ડ્રાફ્ટ બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) બિલને હિતધારકો તરફથી પ્રતિસાદ મળ્યા બાદ પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. ડ્રાફ્ટ બિલ વિપક્ષના નિશાને આવ્યું કારણ કે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુધારેલ નિયમો કેટલાક પસંદગીના હિતધારકોને “ગુપ્ત રીતે” આપવામાં આવ્યું હતું. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડ્રાફ્ટ બિલ 11 નવેમ્બર, 2024ના રોજ સાર્વજનિક ડોમેનમાં મૂકવામાં આવ્યું હતું, જેમાં હિસ્સેદારો અને જનતાની ટિપ્પણીઓ માટે સ્પષ્ટીકરણ નોંધ સાથે મૂકવામાં આવ્યું હતું. જેના જવાબમાં વિવિધ એસોસિએશનો સહિત અનેક ભલામણો/ટિપ્પણીઓ/સૂચનો પ્રાપ્ત થઇ હતી. મંત્રાલય જણાવ્યું હતું કે ડ્રાફ્ટ બિલ પર હિતધારકો સાથે તે પરામર્શ કરી રહ્યું છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ટિપ્પણીઓ અને સૂચનો આમંત્રિત કરવા માટે 15 ઓક્ટોબર સુધી વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે. વિગતવાર ચર્ચા બાદ નવો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે.