ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રોકાણ સલાહકાર સલમાન એફ રહેમાન અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ કાયદા પ્રધાન અનીસુલ હકની ઢાકાના સદરઘાટથી ભાગતી વખતે ધરપકડ કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમને ગુનેગારોની જેમ દોરડાથી બાંધવામાં આવ્યા હતા અને એક કલાકમાં જ તેમના પર ડબલ મર્ડરનો આરોપ મુકાયો.