ઈસરો આજે અવકાશ ક્ષેત્રે વધુ એક ઈતિહાસ રચ્યો છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ આજે એટલે કે શુક્રવારે (16 ઓગસ્ટ) સવારે 9.17 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કર્યો છે. આ રોકેટ દ્વારા ભારતીય અંતરિક્ષ એજન્સી દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કર્યો છે. એટલું જ નહીં, એક નાનો ઉપગ્રહ SR-0 DEMOSAT પેસેન્જર સેટેલાઇટ પણ લોન્ચ કર્યો છે. ઈસરોના આ બંને ઉપગ્રહો પૃથ્વીથી 475 કિમીની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરશે.
ભારતીય અવકાશ એજન્સી ISROના EOS-8 એટલે કે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ દ્વારા પર્યાવરણ પર નજર રાખશે, આ સિવાય આ સેટેલાઇટ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ટેક્નિકલ ડેમોસ્ટ્રેશનની માહિતી પણ રાખી શકાશે. આ ઉપગ્રહનું વજન 175.5 કિલોગ્રામ છે. આ સેટેલાઈટમાં ત્રણ અત્યાધુનિક પેલોડ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેકટોમેટ્રી પેલોડ અને સિક યુવી ડોસીમીટરનો સમાવેશ થાય છે. આમાં, EOIR પેલોડનું કાર્ય દિવસ અને રાત્રિ દરમિયાન મધ્ય અને લાંબા તરંગના ઇન્ફ્રારેડ ફોટા લેવાનું છે.